જિલ્લા પ્રભારી મંત્રી બચુ ખાબડના અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના માનમા ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને અધિકાર
.
ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત સદર બેઠકમાં પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. બેઠકમાં 2024-25ના વર્ષ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અન્વયે તાલુકાવાર આયોજનના કામની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ અઘ્યક્ષસ્થાનેથી રજૂ થનારી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 હેઠળ મહીસાગર જિલ્લામાં વર્ષ 2024-25નાં આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના તાલુકાઓમાં આદિજાતી વસ્તીના પ્રમાણમાં ગુજરાત પેટર્ન 96 ટકામાં રૂા. 2003.57 જોગવાઈ સામે રૂપિયા 2504.47 લાખના કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાત પેટર્ન 4 ટકામાં રૂા. 55.10ની જોગવાઈ સામે 68.88 લાખના કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે. આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેપ્સ ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. સાથે જૂના કામો પૂર્ણ ન થવાના કારણો જાણી આવા કામો સત્વરે પૂર્ણ કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.