રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરો પ્રેક્ટિસ કરતા હોય તેવા અનેક બનાવો પોલીસ ચોપડે સતત નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આશરે 1200થી વધુ ઝોલાછાપ ડોક્ટર પછાત વિસ્તારોમાં લોકોને ઈન્જેક્શન, દવા આપી તેમની જિંદગી સાથે રમત રમી રહ્યા છે, સુરત જિલ્લામાં પણ 800 જેટલા ડોક્ટ
.
પ્રથમ કેસની વાત કરવામાં આવે તો વાંસદા તાલુકાના પીપલખેડ ઝકાર ફળિયામાં મહેન્દ્રભાઈ નાગજીભાઈ ભોયેના મકાનમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સુનિલભાઈ સદાશિવભાઈ પવાર કે જે મૂળ રહેવાસી નાસિક જિલ્લાના સટાણા તાલુકામાં આવેલા સોમપુર ગામનો રહેવાસી છે, જે ગેરકાયદેસર રીતે દર્દીઓને દવા આપી તેમની સારવાર કરી રહ્યો હતો, જે અંગેની બાતમી મળતા SOGના અમરભાઈ ભગવાનભાઈ તથા મયુરભાઈ રઘુભાઈ એ છાપેમારી કરતા દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તથા ડોક્ટરે પ્રેક્ટિસ કરવા માટેના સાધન સામગ્રી મળી કુલ 19,721 ની મતાનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો. વાંસદા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 125 તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનો એક્ટ 1963 ની કલમ 30 અને 35 મુજબનો ગુનો રજીસ્ટર કરી ગુનાની તપાસ ખેરગામ પોલીસ સ્ટેશનને આપી છે.
ચીખલી તાલુકામાં પણ આવેલા સારવણી ગામના વિઠ્ઠલવાડી ફળિયામાં સાઈ ક્લિનિક ચલાવતા આરોપી સંજયભાઈ રમણભાઈ સોનાવાલા કે જે મૂળ વલસાડ જિલ્લાના સોનવાડા ગામના રહેવાસી છે. તેઓ કોઈપણ ડિગ્રી વગર દર્દીઓને દવા આપી લોકોના જીવનને જોખમાય તે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમના દવાખાનામાંથી અલગ અલગ દવાઓ ડોક્ટરી પ્રેક્ટિસ કરવા માટેના સાધન સામગ્રી મળી કુલ 10,835ના મુદ્દામાલ સાથે પોલીસે તેને પણ ઝડપી ચીખલી પોસ્ટે ખાતે અલગ અલગ કલમ ઉમેરી કેસ નોંધવામાં આવ્યો છે.
એક અઠવાડિયામાં કુલ ત્રણ કેસ નોંધાયા ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ પણ ખેરગામમાં ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતા ડોક્ટરે ઝડપી લેવામાં આવ્યાં હતા, આરોપી શશીકાંત મહારુ પાટીલ મૂળ નંદુરબાર જિલ્લાના શાહદા પાસેના પુરાવત ગામનો મૂળ રહેવાસી છે અને છેલ્લા છ વર્ષથી ખેરગામ તાલુકામાં આવેલા માંડવખડક ગામના ડુંગરપાડા ફળિયામાં દુકાનમાં ક્લિનિક ચલાવતો હતો સાથે જ પાછળના ભાગે આવેલા તેના ઘરમાં દર્દીઓને બિન્દાસ પણે બાટલા ચડાવવા સહિત દવા આપી જોખમી સારવાર આપતો હતો, જેની જાણકારી નવસારી SOG ભક્તેશભાઈ બોરશે તથા મયુરભાઈ રઘુભાઈ ને મળતા ક્લિનિક પર પહોંચી તપાસ કરતા બોગસ ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું.