સાબરકાંઠા જિલ્લાના ઇડરના શેરપુર ગામે કૂવામાં ખબકેલા શ્વાનને જીવદયા પ્રેમીએ પોતાના જન્મ દિવસે કૂવામાં ઉતરીને શ્વાનને બચાવી લીધું હતું.
.
આ અંગેની વિગત એવી છે કે, ઇડરના ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા ઈડરના શેરપુર ગામે દીપક્ભાઇ પટેલના ખેતરના 80 ફૂટ ઉંડા કુવામાં શ્વાન પડ્યું હતું. જાણ થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી કનુભાઈ થોરીએ પોતાના જન્મ દિવસે જીવના જોખમે કુવામાં અંદર ઉતરી શ્વાનને સહી સલામત બહાર કાઢીને બચાવી લીધું હતું.
આ અંગે જીવદયા પ્રેમી ટીમના ઉપેન્દ્રસિંહ પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી ટીમના કનુભાઈ થોરીનો જન્મ દિવસ હતો. જેને લઈને અમે ઉજવણી માટે વિજાપુર ખાતે અનંદબા વૃદ્ધાશ્રમ ખાતે ગયા હતા તે સમયે શેરપુરમાં શ્વાન પાણીમાં પડ્યું છે. તેવી જાણ થતાં અમે તમામ ટિમ સાથે શેરપુર પહોંચ્યા હતા. જ્યાં ખાટલા વડે બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળ ન થતા ટીમના સભ્ય કનુભાઈ થોરીએ તેમના જન્મ દિવસે 89 ફૂટ ઊંડા પાણી વાળા કૂવામાં દોરડા વડે ઉતર્યા હતા અને શ્વાનને બહાર સહી સલામત કાઢી લાવી બચાવી લીધું હતું.