સુરતના કાપોદ્રા પોલીસ મથકે નોંધાયેલા ડોકટર પ્રતિક માવાણી વિરુદ્ધ છેડતીના કેસમાં આજે કોર્ટએ તેમની આગોતરી જામીન અરજી મંજૂર કરી. કેસની વિગત મુજબ, હોસ્પિટલમાં કામ કરતી રિસેપ્શનિસ્ટ મહિલા પર ડોકટરે એક્સ-રે રૂમમાં છેડતી કરવાનો આરોપ છે. આ મામલે સરકાર પક્ષે
.
કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, આ ગુનો વધુમાં વધુ પાંચ વર્ષની સજાને પાત્ર છે અને એફએસી ટ્રાયલ ગુનો છે. આરોપી સામે પૂરતા પુરાવા એકત્ર કરવાની જરૂર છે, તેથી તપાસ અમલદારે બિનજરૂરી પરેશાની ન કરી શકે એવી શરત સાથે આગોતરી જામીન મંજૂર કરવામાં આવ્યા.
કાપડ ઉઠમણું કેસ: પાંચ આરોપીઓને પાંચ વર્ષની સજા સુરતના કાપડ માર્કેટમાં વેપારી પાસેથી રૂપિયા 41 લાખનો માલ લઈ પલાયન થયેલા પાંચ આરોપીઓને કોર્ટે પાંચ-પાંચ વર્ષની સજાનો હુકમ કર્યો છે. આરોપીઓએ દલાલ મારફતે વેપારીઓને લાલચ આપી માલ મંગાવ્યો હતો. માલ મળ્યા બાદ પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરીને ભાગી ગયા હતા. વેપારીએ દલાલનો સંપર્ક કરતા તેણે ઉલટી ધમકી આપી હતી. કોર્ટમાં એપીપી એસ. ધાકરે દલીલ કરી કે, આરોપીઓએ વેપારીઓ સાથે મોટાપાયે છેતરપિંડી કરી છે અને તેમને કડક સજા મળવી જોઈએ.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નરેન્દ્રકુમાર ગુણવંતરાય પરમારની કોર્ટએ આરોપી મહેશ ઝાલા, જીગ્નેશ બલદાણીયા, સુરુભા ઝાલા, પરેશ વિરાણી અને ભાવેશ કાતરીયાને પાંચ વર્ષની સજા અને દસ હજાર દંડ ફરમાવ્યો. દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાની રહેશે.
ટેક્સટાઇલ માર્કેટ છેતરપિંડી કેસ: મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા 15 લાખનો માલ લઈને પેમેન્ટ કર્યા વિના પલાયન થઈ ગયેલી મહિલા આરોપી મિનાક્ષી રમેશ મંદીરની આગોતરી જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
મિનાક્ષી મંદીરે ઉર્વશી ટેક્સટાઇલ નામે પેઢી શરુ કરી વેપારી સાથે કાવતરુ રચી માલ મંગાવ્યો હતો. 15.25 લાખ પેમેન્ટ કર્યા વગર અન્ય આરોપીઓ સાથે મળી પલાયન થઈ ગયા હતાં. ખટોદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. સરકાર પક્ષે એપીપી વિશાલ ફળદુએ દલીલ કરી કે, જો આરોપીને જામીન અપાશે તો સાક્ષીઓ પર દબાણ આવશે અને પુરાવાઓ સાથે ચેડાં થઈ શકે છે. કોર્ટે નોંધ્યું કે, આરોપીની કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની જરૂર છે અને જામીન આપવાના કોઈ કારણો નથી, તેથી જામીન અરજી નામંજૂર કરવામાં આવી.