નવરાત્રિના કારણે શહેરમાં અલગ અલગ પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ આજે SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના એસ.જી હાઇવે પર જ્યાંથી મોટી સંખ્યામાં ગરબા રસિયાઓ તથા યુવાઓની અવરજવર થતી હોય તે જગ્યાએ પર સ્પેશિયલ ડ્રગ્સની ડ્રાઇવ રાખવામાં આવી
.
SOG દ્વારા ડ્રગ્સની ડ્રાઇવનું આયોજન નવરાત્રિને લઈને SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઇવ દરમિયાન શહેરના પકવાન સર્કલથી સિંધુ ભવન જતા રોડ પર અલગ અલગ ટીમ દ્વારા ગરબા રમીને જતા,મોંઘીદાટ ગાડી લઈને કાર ચાલક સહિતના અનેક લોકોને રોકવામાં આવ્યા હતા.તમામને રોકીને મોબાઈલ ડ્રગ્સ એનાલાઈઝર કીટ દ્વારા તપાસવામાં આવ્યા હતા જેનું સ્થળ પર જ પરિણામ મળી જતું હતું.
મોબાઈલ ડ્રગ્સ એનાલાઈઝર કીટ દ્વારા તપાસ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં મોટા પાયે ગરબાનું આયોજન થાય છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં યોજાતા ગરબામાં અનેક લોકો ભાગ લેવા માટે જતા હોય છે. ગરબામાં અથવા તો બહાર જાહેર રોડ પર ડ્રગ્સ કે અન્ય નશામાં ફરતાં લોકો સામે કાર્યવાહી કરવા માટે દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી.
નશો કરીને ફરતા નબીરાઓ સામે કાર્યવાહી માટે ડ્રાઇવ આ અંગે SOG ના એસીપી એન.એલ દેસાઈએ જણાવ્યું હતું કે ડ્રગ્સનો નશો કરીને ફરતા નબીરાઓ સામે કાર્યવાહી માટે ડ્રાઇવ યોજવામાં આવી છે.શહેરના અલગ અલગ 20 પોઇન્ટ પર પોલીસ દ્વારા આ પ્રકારે.ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સિંધુભવન રોડ ઉપર 10 થી વધારે વાહન ચાલકોને તપાસવામાં આવ્યા છે અને નશો કરીને રખડતા નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.