અમદાવાદ શહેરના નવરંગપુરા પોસ્ટ ઓફિસ સામે આવેલા સુવર્ણકલા કોમ્પલેક્સમાં આંગડિયાની બે પઢી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ દરોડા પાડ્યા હતા. જેના પગલે બજારમાં આવેલી આંગડિયા પેઢીઓમાં ફફડાટ ફેલાઈ જતાં દુકાનોના શટલ પાડી દીધા હતા. તપાસમાં રોકડ મોટા પ્રમ
.
સીજી રોડ પરના નવરંગપુરા પોસ્ટ ઓફિસ પાસે આવેલા સુવર્ણકલા કોમ્પલેક્સમાં મોટા ભાગે આંગડિયા પેઢીઓ આવેલી છે. વર્ષો જૂની આંગડિયા પેઢીઓની બ્રાન્ચ ઉપર શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ED)એ દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. ઇડીની ટીમે શુક્રવારે સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનના પગલે તપાસનો ધમધમાટ શરૂ કરતા આંગડિયા પેઢીઓના માલિકો દુકાનો બંધ કરીને જતાં રહ્યાં હતા.
ઇડીએ આ આંગડિયા પેઢીમાંથી કરોડોની રોકડ રકમ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આંગડિયા પેઢીઓ મારફતે હવાલાથી વિદેશમાં રૂપિયા મોકલવાનું કૌભાંડ ચાલતું હતું. આ સમગ્ર રેકેટનો ઇડીએ પર્દાફાશ કર્યો છે. જે અંતર્ગત મોટા માત્રામાં રોકડ મળી આવતા તપાસમાં ઇન્કમટેકસને પણ જાણ કરવામાં આવી છે.
GST ચોરી મામલે આરોપીના રિમાન્ડ મંજૂર સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યના સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગર ખાતે ફોરર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફિનિટી એક્ઝિમ સહિતની 14 કંપનીઓ પર દરોડાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન જીએસટી વિભાગે ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સંદીપ અનવર વિરાણીની 19.46 કરોડથી વધુની GST ચોરીમાં સંડોવણી બદલ 13 નવેમ્બરના રોજ સુરતથી ધરપકડ કરી હતી. જ્યારે 3 ડિસેમ્બરના રોજ 34 કરોડથી વધુની GST ચોરી મામલે INFINITY EXIM GSTIN- 24 AAHFI8618P1ZSના ભાગીદાર પ્રજ્ઞેશ મનહરભાઇ કંતારીયાની ધરપકડ કરી હતી.
ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સંદીપ અનવર વિરાણીએ મેટ્રોપોલિટન કોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે તે નામંજૂર કરી હતી. તો બીજી તરફ પાર્ટનર પ્રજ્ઞેશ કંટારિયાને રિમાન્ડ માટે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીના 9 ડિસેમ્બર 2024 બપોરના 12 વાગ્યાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે તપાસ દરમિયાન ખૂબ મોટા પ્રામાણમાં કરચોરી તથા જીએસટીની બાકી જવાબદારી ઉજાગર થાય તેવી સંભાવના છે.