સુરત શહેર અને જિલ્લામાં લગભગ 1,53,290 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા સેન્ટરમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ ડ્યુટી પર રહેનાર કર્મચારીઓની ફોટા સાથેની યાદી મંગાવવામાં આવી છે, જેથ
.
કેન્દ્રોના નામ અને તેમના ક્યુઆર કોડ મૂકવામાં આવ્યા એટલું જ નહીં, સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી અને ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હોવાથી વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્રની માહિતી મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે. આ માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ પર તમામ પરીક્ષા કેન્દ્રોના નામ અને તેમના ક્યુઆર કોડ મૂકવામાં આવ્યા છે. કોઈપણ વિદ્યાર્થી કે વાલી આ ક્યુઆર કોડ સ્કેન કરશે ત્યારે તરત જ ગૂગલ મેપ શરૂ થઈ જશે, જેથી કયા રસ્તાથી સેન્ટર સુધી પહોંચવું તે અંગેની માહિતી સહેલાઈથી મળી શકે.
વિદ્યાર્થીઓ સહેલાઈથી તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે મેટ્રો કારણે થતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી ટ્રાફિક વિભાગ સાથે શિક્ષણ વિભાગ દ્વારા સંકલન કરવામાં આવ્યું છે. મેટ્રોની કામગીરી અંગે સૂચક બોર્ડ પણ લગાવવામાં આવશે. ડાયવર્ઝન અંગેની માહિતી ટૂંક સમયમાં ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવી શકે છે જેથી વિદ્યાર્થીઓ સહેલાઈથી તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે.
હોલ ટિકિટમાં પણ શાળાનું લોકેશન આપવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં 524 શાળાની બિલ્ડિંગની અંદર 5,372 ક્લાસરૂમમાં પરીક્ષા લેવાશે. 1,53,290 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે. વિદ્યાર્થીઓની પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે તે માટે શાળાના નામ અને લોકેશન સાથેની PDF તૈયાર કરીને દરેક શાળાને આપવામાં આવી છે. હોલ ટિકિટમાં પણ જે શાળાનું લોકેશન છે તે આપવામાં આવશે.

ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ પકડાય તો તાત્કાલિક કાર્યવાહી થશે આ વર્ષે શાળાની અંદર કામ કરનાર તમામ કર્મચારીઓની વિગત, જેમની ડ્યુટી પરીક્ષા દરમિયાન મંજૂર કરવામાં આવી છે તેમના ફોટા સાથેની વિગતો મેળવી લેવામાં આવી છે. તેથી પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની અનધિકૃત વ્યક્તિ કેમ્પસમાં પ્રવેશ ન કરી શકે. ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ પકડાય તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સાથે સાથે કોઈપણ ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
શાળાના QR ઓફિશિયલ વેબસાઈટ પર મુકાયા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષા સમિતિ, કલેક્ટર, મેટ્રો વિભાગ અને ટ્રાફિક વ્યવસ્થાના પ્રભારી વિભાગો સાથે સંકલન કરવામાં આવ્યું છે. રસ્તાઓ અને અન્ય સુવિધાઓમાં વિઘ્ન ન આવે અને વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે તકેદારી રાખવામાં આવશે અને સૂચન બોર્ડ લગાવવામાં આવશે. પોલીસ વિભાગ પણ વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સહાયરૂપ થશે. સુરતની 524 શાળાઓમાં પરીક્ષા યોજાનાર છે, ત્યારે તમામ શાળાઓના QR કોડ બનાવીને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. શાળાઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ દરેક વિદ્યાર્થીઓને આ QR કોડની લિંક મોકલે, જેથી તેઓ તેને સ્કેન કરીને પરીક્ષા કેન્દ્ર સુધી સહેલાઈથી પહોંચી શકે.