વલસાડ તાલુકાના પારનેરામાં 65 વર્ષીય વૃદ્ધ શિવાલય ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યા શિવજીની પૂજા કરતી વખતે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જેથી મંદિરમાં ઉભેલા રેસર ગ્રુપના સભ્ય અને જાગૃત યુવકે તાત્કાલિક CPR આપી વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છત્તા શ્વાસ
.
વૃદ્ધ દરરોજ શિવાલયમાં દર્શન કરવા જતા હતા વલસાડ તાલુકાના પારનેરા ગામના સેકન્ડ ગેટ ખાતે રહેતા 65 વર્ષીય કિશોરભાઈ પટેલ નજીકમાં જ ફાઇબર રિપેરીંગનું કામકાજ કરતા હતા. પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં આરતી ગ્રુપના સક્રિય સભ્ય તરીકે તેઓ સેવા આપતા હતા. ત્યારે કિશોરભાઈ નિત્ય ક્રમ મુજબ પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં રોજ દર્શન કરવા જતાં હતાં. આજે પણ કિશોરભાઈ રોજની જેમ શિવાલયમાં શિવજીના દર્શન કરવા આવ્યા હતા.
CPRથી પણ વૃદ્ધનો જીવ ન બચાવી શકાયો શિવાલયમાં કિશોરભાઈ શિવજીની પૂજા કરી રહ્યા હતા. તે દરમિયાન આચનક તેઓ ઢળી પડ્યા હતા. મંદિરના ગર્ભગૃહમાં હાજર રેશન કલબના હિતેશભાઈ સુરતીએ CPR આપવાની ટ્રેનિંગ લીધી હતી અને CPR આપવા અંગે જાણકારી હોવાથી હિતેશભાઈ સુરતીએ વૃદ્ધ કિશોરભાઈને CPR આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વૃદ્ધનું હાર્ટ ચાલુ થયું ન હતું. ત્યારબાદ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે વૃદ્ધને ખસેડતા ફરજ ઉપર હાજર તબીબે કિશોરભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. કિશોરભાઈ શિવજીની પૂજા કરતા કરતા ઢળી પડ્યા હોવાની ઘટના શિવાલયના ગર્ભગૃહમાં લાગેલા CCTV માં કેદ થઈ હતી.
હાર્ટ-એટેકથી બચવા માટે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો કસરત અને ડાયટ કરતા સમયે રાખો આ ધ્યાન…
- યોગ અને પ્રાણાયામ દરરોજ કરો.
- હાર્ટની બીમારીથી બચવા માટે યોગ અચૂક કરો.
- મસલ્સ બનાવવાના ચક્કરમાં કલાકો સુધી કસરત કરવાથી ખતરનાક સાબિત થઈ શકે છે.
- ચાલવાની સાથે-સાથે સૂર્યનમસ્કાર કરવાથી પણ ફાયદો થાય છે.
- ડાયટમાં ઘી-તેલને સામેલ કરો, પરંતુ ટોટલ બંધ ન કરો.
- જલદી-જલદી વજન ઘટાડવાના ચક્કરમાં ન પડો.
- શરીરને ડિહાઇડ્રેટ રાખવા માટે ઓછામાં ઓછું 3થી 4 લિટર પાણી પીવું.
રાજુલામાં ગરબે રમતા યુવકનું હૃદય થંભી ગયું રાજ્યમાં હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજથી બે દિવસ પહેલા અમરેલીના રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબે રમતા યુવકનું હૃદય થંભી જતાં મોતને ભેટ્યો હતો. એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…
સુરતમાં ક્રિકેટ રમ્યા બાદ 51 વર્ષીય આધેડ ઢળી પડ્યાં થોડા દિવસ અગાઉ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે 51 વર્ષીય આધેડ પાણી પીધા બાદ થોડું ચાલીને દુખાવો થતાં ઘૂંટણિયે બેઠા હતા. એ બાદ બે સેકન્ડમાં જ તેઓ ઢળી પડતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મકસુદભાઈનું મોત હાર્ટ એટેક કારણે થયું હોવાની આશંકા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…