રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. શહેરનાં મવડી મેઈન રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે વૃદ્ધ અને યુવતીને હડફેટે લીધા હતા. જેમા એકટીવા લઈને ધીમે ધીમે પેટ્રોલ પુરાવવા માટે જતા વૃદ્ધ અને દૂધની ડેરીના માલિક 69 વર્ષિય પ્રફુલભાઈ
.
કાર ચાલક નબીરાએ નશો કર્યો હોવાનુ ચર્ચાઇ રહ્યું રાજકોટમાં કારની રફતારે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. અકસ્માતનો ભોગ બનનાર આયુષ ડોબરીયાએ જણાવ્યું હતું કે, મવડી મેઈન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક વાહન લઈને ઊભો હતો ત્યારે કિયા કાર 100 અથવા 120 ની સ્પીડે હશે. જેથી ત્યાં પેટ્રોલ પુરાવવા માટે શાંતિથી વાહન પર આવતા દાદાને કારે ઠોકરે લીધા હતા. જેથી તેમનું તો ત્યાં જ મૃત્યુ નિપજ્યું હતુ ત્યારબાદ મને ઠોકર નાખતા હું બેભાન થઈ ગયો. કારમાં પાછળ 2 યુવતી બેઠી હતી તે ભાગી ગઈ પરંતુ કારમાં આગળ બેસેલા 2 યુવાનને મેં પકડી લીધા. કારે અંદાજે બે થી ત્રણ લોકોને હડફેટે લીધા હશે. કાર ચાલક નશાની હાલતમાં હોય તેવુ મને લાગી રહ્યું હતુ.
કારે અંદાજે બે થી ત્રણ લોકોને હડફેટે લીધા જ્યારે પ્રત્યક્ષ દર્શી રસિકભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભારત પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો ત્યારે હું સામે તરબૂચની રેકડી પાસે ઊભો હતો ત્યારે કાર ચાલક 100 થી 120 ની સ્પીડમાં કાર ચલાવતો હતો. જોકે એક દાદા ધીમે ધીમે જતાં હતાં જોકે પાછળથી ઠોકર નાખતા દાદાનું મૃત્યુ થઈ ગયુ. કારમાં પાછળ બેઠેલી 2 છોકરી અકસ્માત સર્જાય બાદ ભાગી ગઈ હતી. જ્યારે બંને યુવકોને પકડીને માલવિયાનગર પોલીસમથકમાં લાવવામાં આવ્યા છે.