વડોદરા | છાણી જકાતનાકા પાસે આવેલી સોસાયટીમાં રહેતા 85 વર્ષીય વૃદ્ધ પોતાની દીકરીની સારવાર માટે તેને મોપેડ પર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે ઘરે પરત આવતા સમયે એક ટ્રક ચાલકે તેઓને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. ઘટનાની જાણ થતાં જ ફતેગં
.
આ દરમિયાન ટેન્કરનો માલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું અને મોપેડ પર પાછળ બેઠેલી તેમની દીકરીના જમણા હાથ પરથી ટેન્કરનું ટાયર ફરી વળ્યું હતું. જેથી તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દીકરીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ભારદારી વાહનો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સવારના 7 થી બપોરના 1 અને રાત્રીના 9 પહેલા ભારદારી વાહનો શહેરમાં પ્રવેશી શકે નહીં. જ્યારે આ ઘટના બની ત્યારે સાંજના 5 વાગ્યાનો સમય હતો. જેથી પ્રતિબંધીત સમયે ટેન્કર શહેરમાં પ્રવેશ્યો હતો અને તેણે વૃદ્ધને અડફેટે લીધા હતા. જોકે આ મામલે ફતેગંજ પાલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.