મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) સી.એલ. પટેલની પાટણ ખાતે બદલી થતાં તેમના જન્મદિવસે જ એક અનોખો વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગને યાદગાર બનાવતા DDOએ જિલ્લા પંચાયતના તમામ વિભાગોની રૂબરૂ મુલાકાત લઈ લિખિત આભાર સંદેશ પાઠવ્યો, જે જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખ
.
વિદાય સમારંભમાં જિલ્લા કલેકટર નેહા કુમારી, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. કાર્યક્રમ દરમિયાન સી.એલ. પટેલની ચોકસાઈપૂર્વકની વહીવટી કાર્યદક્ષતાને સર્વે બિરદાવી હતી.
જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર સી.વી. લટા, ઉપપ્રમુખ નંદાબેન ખાટ, DRDA ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર તેમજ વિવિધ સમિતિના ચેરમેન અને તમામ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા. કર્મચારીઓએ પુષ્પવર્ષા કરી ભાવભીની વિદાય આપી હતી. ઘણા બધા અધિકારી કર્મચારી ઓએ DDO, સી એલ પટેલ સાથેના સંસ્મરણો વાગોળીને ભાવુક બન્યા હતા.
સી.એલ. પટેલે પોતાના સંબોધનમાં જિલ્લામાં કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતા અને સૌને ફરી મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યોગાનુયોગ તેમના જન્મદિવસે જ આયોજિત થયેલા આ વિદાય સમારંભમાં સૌએ સાથે મળી જન્મદિવસની ઉજવણી પણ કરી હતી.
ત્યારે મહીસાગર જિલ્લામાં આવો ભવ્યાતિભવ્ય વિદાય સમારંભ પહેલી વાર યોજાયો છે.