ઉમરાળા તાલુકાની વડોદ પ્રાથમિક શાળામાં એક ભાવુક દૃશ્ય સર્જાયું, જ્યારે 20 વર્ષની લાંબી સેવા બાદ આચાર્ય પરેશભાઈ પટેલની વતન ખાતે બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનોએ તેમને ભાવભીની વિદાય આપી. શાળાના SMC પરિવાર દ્વારા આયોજિત વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ સ્
.
કાર્યક્રમ દરમિયાન શિક્ષક સાથીઓએ પરેશભાઈ સાથે વિતાવેલા યાદગાર પ્રસંગોને વાગોળ્યા. શાળા સ્ટાફ, SMC કમિટીના સભ્યો અને ગ્રામજનોએ તેમને સાલ ઓઢાડી, સ્મૃતિભેટ અર્પણ કરી અને ફૂલહારથી સન્માન કર્યું. ગામના આગેવાન લગધિરસિંહ ગોહિલે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે સારા શિક્ષક હંમેશા યાદગાર રહે છે.
વિદ્યાર્થીઓએ પુષ્પની પાંખડીઓથી ગુરુજીનું સન્માન કર્યું, જે દરમિયાન તેમની આંખોમાં આંસુ હતા. કાર્યક્રમના અંતે શિક્ષક તરફથી સૌને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિશાલભાઇ છેટાએ કર્યું, જેમાં હરપાલસિંહ ગોહિલ, ઇન્દ્રસિંહ ગોહિલ અને શાળાના આચાર્ય કિશોરભાઈ પરમારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો.