Updated: Dec 10th, 2023
Image Source: Twitter
જામનગર, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક રાજ ચેમ્બર્સ વિસ્તારમાં રહેતી એક મહિલા, કે જેણે પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂ સંતાડ્યો છે, તેવી બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી તેણીના રહેણાંક મકાનમાંથી નાની મોટી પાંચ નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલી કબજે કરી લઈ મહિલા સામે દારૂબંધી ભાંગ અંગે ગુનો નોંધ્યો છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં ખોડીયાર કોલોની રાજ ચેમ્બર ના બ્લોક નંબર એ-8 માં રહેતી રીટાબેન હિતેન્દ્રસિંહ જાડેજા નામની મહિલા, કે જે પોતાના રહેણાક મકાનમાં ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો સંતાડ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહી છે.
જે બાતમી ના આધારે ગઈ રાત્રે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત મહિલા ના રહેણાંક મકાનમાંથી ચાર નંગ નાની અને એક નંગ મોટી ઈંગ્લીશ દારૂની બાટલીઓ મળી આવી હતી.
જેથી પોલીસ ની ટીમે દારૂ ની બાટલી નો જથ્થો કબજે કરી લીધો છે, અને મકાનમાલિક મહિલા રીટાબેન જીતેન્દ્રસિંહ જાડેજા સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.