વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ નજીકમાં જ બે ચંદનના ઝાડની ચોરીની ઘટનાઓ સામે આવી હતી. આજે 20 દિવસ જેટલો સમય વિત્યો હોવા છતાં પોલીસને હાથ ચંદન ચોરી કરનારા હાથ લાગ્યા નથી. ત્યારે દિવ્ય ભાસ્કરે આ ચોરીનાં બનાવ સ્થળ અને આસપાસ રિયાલિટી
.
ચંદનના ઝાડથી દૂર CCTV નજરે પડ્યા સૌપ્રથમ અમે એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય દરવાજાથી પ્રવેશ્યા હતાં કે જ્યાં એકમાત્ર સિક્યુરિટી ગાર્ડ જૉવા મળ્યો હતો. તે દરમિયાન તેણે કોઇપણ અજાણ્યા વ્યક્તિની કે વિદ્યાર્થીની આઈકાર્ડ ચેક કરવાની તસ્દી લીધી ન હતી. ત્યાર બાદ અમે જ્યાં ચંદન ચોરીની ઘટના બની હતી તે આસપાસ વિસ્તારમાં નજર કરી તો 50 મીટરના અંતરે હેડ ઓફિસ આવેલી છે. અહીંયાં CCTV તો છે, પરંતુ આ ચંદનના ઝાડથી દૂર અને તે પણ ખુબ જ દયનીય સ્થિતિમાં જોવા મળ્યા હતાં. જ્યાં ચંદનના ઝાડ કપાયા હતા ત્યાંથી નજીક 50 મીટરના અંતરે ત્રણ CCTV જોવા મળ્યા હતા. જેમાંથી એકની નજર જમીન તરફ તો બેની સ્થિતિ કફોડી હતી.
ઝાડને કાપવું અને નીકળવું ખુબજ મુશ્કેલ છતાં ચોરી ત્યારબાદ અમે આ ચંદનના ઝાડની ચોરી થઈ તે બન્ને સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં યુનિવર્સીટી કેમ્પસમાં જ્યાં જ્યાં ચંદનના ઝાડ છે ત્યાં છ ફૂટની હેવી ચોરસ આકારની જાળી લગાવવામાં આવેલી છે. ત્યાંથી આ ઝાડને કાપવું અને નીકળવું ખુબજ મુશ્કેલ છે. યુનિવર્સિટીમાં ચોવીસ કલાકની સિક્યુરિટી હોય છે, અહીંયાથી ઝાડ કાપતા સમય લાગે તેમ છે અને ત્યાંથી બહાર નીકળવું વધું મુશ્કેલ છતાં ચોરી થાય તે તંત્ર સામે પડકાર છે.
એમ.એસ.યુનિવર્સિટીમાં સિક્યુરિટી માત્ર નામની એમ.એસ.યુનિવર્સિટીમાં વિવિઘ ફેકલ્ટી આવેલી છે. દરેક પોઇન્ટ સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા હોય છે છતાં યુનિવર્સિટીમાં આવી ઘટનાઓ સામે આવતી હોય છે. આજે અમે આખા કેમ્પસમાં ફર્યા, ચંદનના ઝાડની આસપાસ ફર્યા છતાં ઍક પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ બાબતે પૂછવામાં ન આવ્યું કે તમે કોણ છો. ત્યારે ધોળા દિવસે જો ચંદન ચોરી થાય તો પણ અહીંયાં કાંઈજ ખબર ન પડે તેવી સ્થિતિ હાલમાં જૉવા મળી રહી છે. ચંદનના વૃક્ષોની ચોરી થઈ તે સ્થળની આસપાસના CCTV કેમેરા પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે. અહીં કેટલાક કેમેરાના માત્ર બોક્સ રહી ગયા છે અને CCTV ગાયબ થઈ ગયા છે.
ઘણા CCTV બંધ છતાં કોઈ બોલવા તૈયાર નહીં આ મામલે અમે યુનિવર્સિટી હેડ ઓફિસે પહોંચ્યા તો ત્યાં ગેટમાં પ્રવેશતા જ CCTV નજરે પડ્યાં હતાં, પરતું કેટલાક કૅમેરાની દિશા અને દશા બદલાયેલી હતી. ત્યારે આખાય કેમ્પસમાં અંદાજિત 1500 CCTV કેમેરા લગાવેલા હોવાનું સામે આવ્યું છે, પરંતુ કેટલા CCTV બંધ છે તે બાબતે કોઇ બોલવા તૈયાર નથી. અહીંયા 24 કલાક સિક્યુરિટીના દાવા વચ્ચે કોઇ સિક્યુરિટી ગાર્ડ જોવા મળ્યો ન હતો. યુનિવર્સિટીમાં અગાઉ ચંદનના ઝાડની થયેલી ચોરીના ગુનાઓનોના ભેદ ઉકેલાયા નથી. ત્યારે ફરીથી ચંદનના વૃક્ષની ચોરી થતાં આજે 21 દિવસનો સમય થયો છતાં આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે.
સિક્યુરિટી પાછળ લાખોનો ખર્ચ છતાં ચોરી ન માત્રા એમ.એસ.યુનિવર્સીટી પરંતુ કોર્પોરેશનના કમાટીબાગમાંથી પણ ચંદનની અનેકવાર ચોરી થઈ છે. જ્યારે જ્યારે ચંદન ચોરી થાય છે ત્યારે ત્યારે ફરિયાદો થાય છે,પરંતુ આ ચંદન ચોર પોલીસને હાથ લાગતો નથી. ત્યારે લાખો રૂપિયા ખર્ચ સિક્યુરિટી અને CCTV પાછળ કરવામા આવે છે જે આખરે કોઇ ઉપયોગમાં આવતાં નથી. ત્યારે હજુ પણ યુનિવર્સીટી તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે. ઠેક ઠેકાણે લાખોના ખર્ચે સિક્યુરિટી અને CCTVની વાત કરાતા તંત્ર તમે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.