પાટણમાં શહીદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રોટરી ક્લબ ઓફ પાટણ અને રોટરેક્ટ ક્લબ ઓફ પાટણના સહયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા શૌર્ય સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
.
પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના 13 શહીદ જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું. દરેક પરિવારને રૂ. 1,11,111નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો. વર્ષ 2019થી શરૂ થયેલી આ પરંપરામાં અત્યાર સુધી કુલ 48 શહીદ પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ વિભાગ પ્રચારક રવિકુમાર ઐયર, કર્નલ સુશીલકુમાર દહિયા, એનસીસી કમાન્ડિંગ ઓફિસર, જમાવટના ફાઉન્ડર દેવાંશી જોશી ઉપસ્થિત રહ્યા.

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પૂર્વ પ્રદેશ મંત્રી કે.સી.પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

વિવિધ સંસ્થા ધ્વરા શહીદ પરિવાર માટે જાહેરાત
પાટણ ની સિદ્ધિ વિનાયક હોસ્પિટલના ડોક્ટર આદિત્ય પટેલ ધ્વરા સમગ્ર ગુજરાત ના શહિદ પરિવાર જાણો ને નિદાન થી લઇ ઓપરેશન સુધી સારવાર ની શુલ્ક કરશે .નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ ધ્વરા બીએ .બીકોમ અને બી એસ સી માં શહીદ પરિવાર માટે 5બેઠક આરક્ષિત રાખશે .

ગોપાલક વિદ્યાલય માં શહીદ પરિવર ના સંતાન માટે રહેવા ,જમવા અને શિક્ષણ નિઃશુલ્ક રાખવાની જાહેરત .ડાયનેમિક ફાઉન્ડેશન ના સીઇએમડી ધ્વરા તમના ફાઉન્ડેશન માં શહીદ પરિવાર ના સંતાનો માટે લાયકાત અનુસાર 2ટાકા નોકરી જગ્યા આરક્ષિત રહશે .બીડી સાર્વજનિક વિદ્યાલય નર્સરી થી લઇ કોલેજ સુધી નો અભ્યાસ નિઃશુલ્ક શિક્ષણ આપશે



