ગાંધીનગરના લીંબડીયા કેનાલ પાસે આવેલી દુકાનો અને કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા. વહેલી સવારે તાળા તોડી બુકાનીધારીઓ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયાના સામાનની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. તે ઉપરાંત બાજુમાં આવેલા ખુલ્લા કારખાનામાંથી બેટર
.
મળતી માહિતી મુજબ લીંબડીયા કેનાલ પાસે આવેલા કેટલીક દુકાનો આવેલી છે. દુકાનોમાં કારખાના અને ફેબ્રિકેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે એ.કે. સીટ વર્ક નામની દુકાનમાં ગત રવિવારે સવારના સમયે બુકાનીધારીઓ ત્રાટક્યા હતા. જેમાં દુકાનમાંથી કપડાનો રોલ, વેલ્ડીંગ મશીન, પાઇપ કટર, લોખંડની હડ્ડી, 6 નંગ ચોકઠા, સિલાઇ મશીન, એક પંખો અને સીટના ટેકાની ચોરી કરી ગયા હતા. દુકાનમાં ચોરી કર્યા બાદ બાજુમાં આવેલા એક કારખાનામાં ચોરી કરવામાં આવી હતી.
ખુલ્લા કારખાનામાં બુકાનીધારીઓએ ત્રાટકતા લગઝરી બસમાં ઉપયોગમાં આવતી હજ્જારોની કિંમતની બેટરીઓની ચોરી કરી લઇ ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનની બાજુમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં બુકાનીધારીઓ સવારના 4:53 કલાકે પ્રવેશ કર્યો હતો અને 5:37 કલાકે બહાર નિકળી ગયા હતા. બંને જગ્યાએથી એક લાખ કરતા વધારેની કિંમતના સામાનની ચોરી કરવામાં આવી હતી. આ બનાવની જાણ ડભોડા પોલીસને કરવામાં આવતા ટીમ બનાવ સ્થળે આવી હતી અને તપાસ કરી ગઇ હતી. પરંતુ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી ન હતી, માત્ર અરજી લેવામાં આવી હતી. જેથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.