સામાજિક, આર્થિક કે પારિવારિક કારણોને લીધે અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 100 બાળકને તેમના માતા-પિતા કે પરિવારના અન્ય કોઈ સભ્ય ત્યજી દેતા હોય છે. આવા બાળકોને ટ્રસ્ટ અને સંસ્કાર સંચાલિત અનાથ આશ્રમમાં લાવવામાં આવે છે. સમાજ કલ્યાણ વિભાગના આ આંકડા મુજબ વર્ષે
.
સિંગલ મધર કે સિંગલ ફાધરે બાળક દત્તક લેવું હોય તો ખૂબ આકરા નિયમો છે. આ નિયમોમાં સૌથી મહત્ત્વનો નિયમ સિંગલ મધર કે સિંગલ ફાધરના પરિપ્રેક્ષ્યનો છે. સિંગલ મધર દીકરો કે દીકરી દત્તક લઈ શકે છે. પરંતુ સિંગલ ફાધર હોય તો માત્ર દીકરો જ દત્તક લઈ શકે, દીકરી નહીં. બાળક દત્તક લેવા ઈચ્છતા દંપતીમાં બંનેની સંમતિ ફરજિયાત છે અને તેમનું લગ્નજીવન પણ ઓછામાં ઓછું 2 વર્ષનું હોવું જોઈએ.
2 વર્ષ સુધીના બાળકને દત્તક લેવા દંપતીની સંયુક્ત વય 85 ફરજિયાત
સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના નિયમ મુજબ દંપતી જ્યારે બાળકને દત્તક લેવા માગતું હોય ત્યારે તેમની સંયુક્ત વય માટે પણ નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ મુજબ 2 વર્ષ સુધીના બાળકને દત્તક લેવા માટે દંપતીની સંયુક્ત વય 85 વર્ષની હોવી જોઈએ અને 8 વર્ષથી માંડી 18 વર્ષ સુધીના બાળકને દત્તક લેવા ઈચ્છતા દંપતીની સંયુક્ત વય ઓછામાં ઓછી 110 વર્ષની હોવી જોઈએ. મોટાભાગના કિસ્સામાં વિવિધ કારણોસર નવજાતને અવાવરું વિસ્તારોમાં ત્યજી દેવાતા હોય છે અથવા કચરાપેટીમાં ફેંકી દેવાતા હોય છે.
નિયમ મુજબ સિંગલ ફાધર હોય તો માત્ર દીકરો દત્તક લઈ શકે, દીકરી નહીં
અમેરિકન દંપતીએ દત્તક લીધેલી બાળકી આજે એક કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરે છે
ઓઢવના એક અનાથ આશ્રમમાં થોડા વર્ષ પહેલાં એક બાળકીને મૂકીને કોઈક ચાલ્યું ગયું હતું. આ બાળકી નિશા (નામ બદલ્યું છે) 3 વર્ષની થઈ ત્યારે અમેરિકાનું એક નિ:સંતાન દંપતી અમદાવાદ આવ્યું હતું. તેમણે ઓઢવના અનાથ આશ્રમમાંથી તેમણે બાળકી નિશા પર પસંદગી ઉતારી હતી. આજે નિશા એક કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરે છે.