શહેરના હરણી બોટકાંડમાં ભોગ બનેલા 12 બાળકો અને 2 શિક્ષિકાઓ સહિત 14 વ્યક્તિઓના ઘટનાને એક વર્ષ થઇ ગયું હોવા છતાં પરિવારજનો વળતર માટે ઝઝૂમી રહ્યા છે. મૃતકના પરિવારજનોનું વળતર નક્કી કરવા માટે નાયબ કલેકટરે સનરાઇઝ સ્કૂલ પાસે મૃતક બે શિક્ષિકાઓના પગારના પુરાવ
.
ઉલ્લેખનીય છે કે, પીડિતાઓના પરિવારજનો માટે લડત આપી રહેલા ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ તાજેતરમાં નાયબ કલેકટરને પત્ર લખી મૃતકોના પરિવારજનોને વડોદરા કોર્પોરેશન, કોટડીયા પ્રોજેક્ટ કંપની અને સનરાઇઝ સ્કૂલ પાસેથી મૃતક દીઠ રૂપિયા 5 કરોડ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50 લાખ આપવા માટે માગ કરી હતી.
ધારાશાસ્ત્રીના પત્ર બાદ નાયબ કલેકટરે સનરાઇઝ સ્કૂલના સંચાલકોને બંને મૃતક શિક્ષિકાઓ છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલના પગારના તા. 23ના રોજ પુરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસના અનુસંધાનમાં સ્કૂલ સંચાલકોએ બંને શિક્ષિકાઓના બોગસ સહાઓવાળા નવેમ્બર-ડિસેમ્બર-2023ના પગારના પુરાવા રજૂ કર્યા હતા. નોંધનીય છે કે, છાયાબેન સુરતીને રૂપિયા 7500 પગાર આપવામાં આવતો હતો અને 35 વર્ષથી નોકરી કરતા ફાલ્ગુનીબેન પટેલને રૂપિયા 35,000 ના વાઉચર ઉપર સહીઓ કરાવી રૂપિયા 17000 પગાર આપવામાં આવતો હતો. અને તેમનું પીએફ પણ કાપવામાં આવતું ન હતું.
આજે સ્કૂલ દ્વારા પુરાવા રજૂ કરવામાં આવતાં છાયાબેન સુરતીના પુત્ર જીગરે અને ફાલ્ગુનીબેનના પતિ મનીષભાઇએ સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓમા બોગસ સહિઓ હોવાની નાયબ કલેકટરને રજૂઆત કરી હતી. નાયબ કલેકટરે આ કેસ અંગેની વધુ સુનાવણી આગામી તા. 27 જાન્યુઆરી ઉપર મુલતવી રાખી હતી.
આ કેસના ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મૃતક શિક્ષકોના પગારના બોગસ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. તે અંગેની પોલીસ દ્વારા તપાસ કરાવવા માગ કરી છે.