લોક સંવાદમાં પ્રાંત અધિકારીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યાં.
અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ લાઠીના કરકોલીયાની મુલાકાત લીધી હતી. અહીં ખેડૂતોએ રી-સર્વે સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા. ખેડૂતોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા માટે જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
.
અમરેલી જિલ્લામાં રી-સર્વે સહિતના પ્રસ્નો ખેડૂતોના માથાના દુ:ખાવા સમાન બન્યા છે. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ લાઠી તાલુકાના કરકોલીયા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી.ખેડૂતોએ રી- સર્વે સહિતની બાબતોના પ્રશ્નો રજુ કર્યા હતા.
ખેડૂતોએ રજુ કરેલા પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરે આ કામગીરી માટે ઘટતું કરવા પ્રાંત અધિકારી, ડીઆઇએલઆર સહિતના અધિકારીઓને સૂચના આપી હતી. આ લોક સંવાદમાં અમરેલીના પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.