સુરેન્દ્રનગરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસ.ટી બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવતીઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો છે.
.
બાઈક ચાલક યુવકને સામાન્ય ઈજાઓ થઈ છે. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. દુર્ઘટના બાદ એસ.ટી બસનો ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. બે યુવતીઓના અકાળે અવસાનથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર પંથકમાં આ દુર્ઘટનાને કારણે ગમગીનીનું વાતાવરણ છે.

