આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર આજરોજ સવારના સમયે ટ્રક-લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ઓવરટેકની લ્હાયમાં સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં
.
લક્ઝરી બસનો પણ કચ્ચરઘાણ વળી ગયો આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ નંબર (MP*45-ZF-7295)આજરોજ સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી. દરમિયાન આ લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, લક્ઝરી બસનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે.
ત્રણેય મૃતક રાજકોટના રહેવાસી ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત હાઈવે પેટ્રોલીંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યાં છે. બીજી બાજુ ત્રણેય મૃતદેહોને પી.એમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યાં છે. મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઇ છે, જે ત્રણેય રાજકોટના રહેવાસી છે.
‘કોઈનો હાથ ભાંગ્યો તો કોઈનો પગ કપાયો’ હજી ગઇકાલે જ સુરતના કોસંબા ગામ પાસે લક્ઝરી બસ ખાડીમાં ખાબકતાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 40 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનું પડીકું વળી ગયું હતું. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આ ભયાનક અકસ્માત બાદ દિવ્ય ભાસ્કર હોસ્પિટલ પહોંચ્યું તો દર્દીઓ હોસ્પિટલના બિછાને કણસી રહ્યા હતા. આ ઘટનામાં કોઈનો હાથ ભાંગ્યો હતો તો કોઈનો પગ ભાંગ્યો હતો. બસમાલિકનો તો પગ જ કપાઈ ગયો હતો. દર્દી સાથે વાત કરતાં જણાવ્યું કે હોટલ પરના સ્ટોપ પર ફ્રેસ થયા બાદ અમે બસમાં બેઠા હતા. બસ ઊપડ્યાની 10 મિનિટ બાદ માંડ આંખો મીંચી ત્યાં બસ ખાડીમાં ખાબકી ગઈ હતી. સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…
આ પણ વાંચો: ભયાનક અકસ્માત…બસનાં પતરાં કાપી 40 મુસાફરનું રેસ્ક્યૂ