પાટણ શહેરનાં પશ્ચિમ-ઉત્તર વિસ્તારની એક શાળામાં ધો. 9 માં અભ્યાસ કરતી 14 વર્ષની એક સગીર છાત્રાનું તા.19મીનાં બે વાગ્યાનાં અરસામાં કોઈ અજાણ્યો શખ્સ શાળા ખાતેથી અપહરણ કરીને લઇ ગયો હોવાની શંકા સાથે કિશોરીનાં પિતાએ પાટણ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
.
આ અંગેની વિગતો ફરિયાદ મુજબ એવી છે કે, સરસ્વતિ તાલુકાનાં એક ગામની 14 વર્ષની છાત્રાને તથા ગામનાં બીજા બાળકોને શાળામાં મુકવા અને લેવા માટે આવતા રીક્ષા ચાલક તા. 19 મીની સાંજે સાડા પાંચ વાગ્યાનાં સુમારે કિશોરી અને અન્ય બાળકોને લેવા માટે ગયા ત્યારે આ કિશોરી તેમની રીક્ષામાં નહિં આવતાં તેમણે કિશોરીનાં પિતાને ફોન કરીને તમારી દિકરી સ્કુલમાં ક્યાંય દેખાતી નથી તે ઘરે આવેલ છે ? તેમ પૂછતાં પિતાએ દિકરી ઘેર આવી ન હોવાનું જણાવતાં પિતા સંબંધીઓ પાટણની સ્કૂલ ખાતે આવતાં સ્કુલ બંધ થઇ ગયેલ હોવાથી તેઓએ કિશોરીની શોધખોળ કરી હતી. પરંતુ તેનો પત્તો ન મળતાં શાળાનાં આચાર્યને ફોનથી આ બાબતની જાણ કરતાં તેમણે તપાસ કરીને જણાવવાનું કહ્યું હતું.
બાદમાં આજે શુક્રવારે શાળાના આચાર્યએ કિશોરીનાં પિતાને ફોનથી જાણ કરી હતી કે, તમારી દિકરી તા. 19મીનાં રોજ બપોરે બે વાગ્યાના અરસામાં રિસેશમાં સ્કુલેથી નિકળેલી હતી. પિતાએ તેમની દિકરીને તેમનાં ગામનો યુવાન લઈ ગયો હોવાની શંકા વહેમ વ્યક્ત કરીને ફરિયાદ નોંધાવી હતી.