આજે ગીર-સોમનાથ, દીવ, પોરબંદરમાં હીટવેવની આગાહી
.
પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 31 માર્ચે રાજ્યમાં 41.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
ટ્રેઇની વિમાન ક્રેશ થયું, મહિલા પાઇલટ ઘાયલ
મહેસાણાના ઉચરપી ગામ નજીક આજે ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ થયું. બ્લ્યુ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર મહિલા ટ્રેઈની પાઈલટ ઘાયલ થઈ છે. કંપની દ્વારા પાઈલટ માટે ટ્રેઈનિંગ આપવામાં આવી રહી હતી. ઇજાગ્રસ્ત મહિલા મૂળ આંધ્ર પ્રદેશ ની અલેખ્યા નામ હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને ઇજાગ્રસ્ત મહિલા પાયલટ ને મહેસાણા ની વાઇબ્રન્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ દુર્ઘટનાએ પાઈલટ ટ્રેનિંગના સુરક્ષા માપદંડો પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. જોકે આ સમગ્ર ઘટના અંગે કોઈ પણ કેમેરા સાંમે બોલવા તૈયાર નથી. હાલ સ્થાનિક તંત્ર દ્વારા દુર્ઘટનાને લઈને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સંપૂર્ણ તપાસ બાદ જ દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
BZના કેમ્પસમાં વન વિભાગે યોજ્યો સરકારી કાર્યક્રમ
સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા પાસે આવેલા એક શૈક્ષણિક સંકુલમાં સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બે દિવસનો સરકારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કરોડોની પોન્ઝી સ્કીમના આરોપી અને હાલ જેલમાં બંધ ભુપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં વન વિભાગના એક અધિકારી BZના કેમ્પસનો ઉપયોગ કરવા દેવા બદલ BZ ગ્લોબલ એજ્યુકેશનનો આભાર માનતા દેખાયા છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
ધર્મસ્વરૂપદાસના આગોતરા જામીન નકાર્યા
ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના આગોતરા જામીન નકાર્યા. કોર્ટે નોંધ્યું કે, સ્વામીએ વોટ્સેપ પર વાતો શરૂ કરી યુવતીને ખીરસર ગુરુકુળ ખાતે બોલાવી હતી. ત્યાં ગેસ્ટ હાઉસમાં તેની સાથે કથિત લગ્ન કરી તેનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારે સ્વામીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂર છે. ઘટના બન્યા બાદથી સ્વામી ફરાર છે. આરોપી સ્વામીએ એફિડેવિટ પણ ન્યૂયોર્ક ખાતેથી ફાઈલ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ સ્વામી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024માં સ્વામી ધર્મસ્વરૂપદાસ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેર્યો
ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઇવે પર જવાહરનગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાંના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ગોડાઉનથી માત્ર 25-30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેરી લેતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
સગા બાપે જ 12 વર્ષની દીકરીને પીંખી
જૂનાગઢના ભેસાણના એક ગામમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ પોતાની 12 વર્ષની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. પત્નીને છૂટાછેડા આપ્યાના દોઢ મહિનામાં પોત પ્રકાશ્યું હતું અને 12 વર્ષીય દીકરીને ચાર વાર વાસનાનો શિકાર બનાવી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલે પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
માતાએ 2 વર્ષના બાળકની કૂવામાં ફેંકી હત્યા કરી
એક મહિના પહેલાં રાજકોટના બેટી રામપરામાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો. પ્રેમી થકી બાળકનો જન્મ થયાની શંકાથી દંપતી વચ્ચે ઝઘડા થતા. જેથી માતાએ 2 વર્ષના બાળકની કૂવામાં ફેંકી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.