માધાપર દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાના પાંચમા દિવસે સતી પ્રાગટ્યનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ કચ્
.
કથા અધ્યક્ષ સાવિત્રીબેન ગોસ્વામી અને મહિલા મંડળ પ્રમુખ ગીતાબેન ગોસ્વામીના નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માધાપર સમાજના પ્રમુખ સતીશગીરી ગોસ્વામી, બાંધકામ સમિતિના અધ્યક્ષ માવજીભાઈ ગોસ્વામી અને યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્રગીરી સહિત સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ધીરુભાઈ જોશીના મુખેથી વર્ણવાતી આ શિવકથામાં જ્ઞાતિજનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સમાજના મંત્રી રવિન્દ્રગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે.