– ઘર નજીક લઘુશંકા કરવા મુદ્દે
– બંને પરિવારે સામસામી ફરિયાદ નોંધાવતા છ શખ્સ સામે ગુનો
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના રાણીપાટ ગામની સીમમાં આવેલ વાડીમાં બે પરિવારો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. બંને પરિવાર દ્વારા સામસામે ૬ શખ્સો વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઘર પાસે આવેલ સરકારી જમીનમાં લધુશંકા કરવા બાબતે મારામારી થઈ હોવાનું સામે અવ્યું છે.