સુરતના વેસુ વિસ્તારમાં આવેલી સુમન સાગર આવાસ સ્કીમમાં મેઈન્ટેનન્સના હિસાબને લઈને વિવાદમાં એક પરિવાર પર જાહેરમાં હુમલો થવાનો વીડિયો સામે આવ્યો છે. હુમલાના શિકાર બનેલા સાળા-બનેવી સહિતના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વેસુ પોલીસ મથકમાં ફરિયાદ
.
અભિષેક સુદેશ તારણેકર (ઉ.વ. 27), જે શેર બજારમાં કાર્યરત છે, તેમના પિતા સુરેશ અને બનેવી નૈનેશે જણાવ્યા અનુસાર, 64 ફ્લેટધારકો પાસેથી મેન્ટેનન્સ રકમની વસૂલી કરવામાં આવી રહી હતી. બે મહિના પહેલા અભિષેકની બહેનના પતિએ 11,500 રૂપિયાની રકમ બિલ્ડિંગના ખજાનચી અજિતસિંહના પુત્રને આપી હતી. રવિવારે, આ મેન્ટેનન્સનો હિસાબ માગવામાં આવતા અજિતસિંહ અને તેમના પુત્રોએ બહારથી માણસોને બોલાવી પરિવાર પર હુમલો કર્યો હતો.
મારામારીની ઘટના કેમેરામાં કેદ આ ઘટનાના દૃશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જેમાં જાહેરમાં અભિષેક, નૈનેશ અને સુરેશને ઢોર માર મારવામાં આવતા દેખાઈ રહ્યા છે. વિડીયો બનાવતી અભિષેકની બહેન સાથે પણ રકઝક કરવામાં આવી હતી.પોલીસ ફરિયાદ અને તપાસ શરૂ આ આખી ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ, અહેવાલ મુજબ, આજે પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટની માંગ કરવામાં આવી, જેના માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલ ગયા હતા. હાલ, વેસુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પરિવારનો આક્ષેપ અભિષેક અને તેમના પરિવારના મતે, મેન્ટેનન્સના હિસાબની માંગ માત્ર પોતાની યોગ્ય હક માટે કરવામાં આવી હતી. હુમલાથી પરિવારમાં રોષ અને ભય ફેલાયો છે. હવે આ મામલે ન્યાય મળે તે માટે તેઓ પોલીસ તપાસ પર આશાવાદી છે.