જૂનાગઢ7 કલાક પેહલા
- કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટોરેન્ટ કંપની દ્વારા ગેસ લાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે સમી સાંજે અચાનક જ હેમાવન સોસાયટીમાં ગેસની પાઇપલાઈનમાં બ્લાસ્ટ થયો હતો. શરૂઆતના સમયે ગેસ પાઇપલાઇનમાંથી ગેસ બહાર આવવાની ઘટના બની હતી અને જોત જોતામાં અચાનક જ આ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હતો. જેથી આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશોના ઘરોની ઘરવખરી બળીને ખાખ થઈ હતી. અચાનક થયેલા આ ગેસ બ્લાસ્ટના કારણે સ્થાનિકોના જીવ અધ્ધર થયા હતા.
જે ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હતો. ત્યાં આગ પણ લાગી હતી.