વડોદરા શહેરની અજબડી મિલમાં રાખવામાં આવેલ વાહનોમાં આગ લાગતાં 12 જેટલી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડ દ્વારા 10 જેટલી ગાડીઓને બચાવી લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
.
આગ લાગતાં 12 જેટલી કાર બળીને ખાખ વાસી ઉત્તરાયણના રોજ રાત્રીના સમયે વડોદરા શહેરની અજબડી મિલ ખાતે અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા સતત પાણીની મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે 12 ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને 10 ગાડીઓ બચાવી લેવાઈ હતી.
1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો અહી કાદરી મોટર્સ નામથી દુકાન આવેલી છે, તેમની જ આ ગાડીઓ હતી. જેમાંથી કેટલીક સ્ક્રેપ હતી. તો કેટલીક ચકુ કન્ડીશનમાં હતી. આગ ક્યા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.પાણીગેટ ફાયર સ્ટેશનના જમાદાર સુરેશ ભાઈએ જણાવ્યું હતું કે, અમને કોલ મળતા જ અમે 2 ગાડીઓ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.