આણંદ તાલુકાના બાકરોલ ગામમાં આવેલા એક રહેણાંક મકાન પાસે મુકેલાં પુળાની ધોઈમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે.
.
આણંદ તાલુકાના બાકરોલ ગામમાં પતરાવાળી કોલોની આવેલી છે. આ કોલોનીમાં રઘુભાઈ ગોવિંદભાઈ ભરવાડના ઘર પાસે પુળા મુકી રાખવામાં આવેલ હતાં. આ પુળામાં આજરોજ સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી. જેથી સ્થાનિકોએ પાણી છાંટી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ કાબુમાં આવી ન હતી અને વધુ પ્રસરવા લાગી હતી. જેથી આણંદ ફાયરબ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી. પરંતુ, હજારો રૂપિયાના પુળા બળીને ખાખ થયાં છે.