રાજકોટના ઢાંઢીયા ગામે રહેતી 24 વર્ષીય અનિતાબેન સુનિલભાઈ પરમાર આજે સવારે રાજસમઢીયાળા ગામે આર.કે. પ્રાઈમ ઇન્ડસ્ટ્રીઝમાં હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બેભાન થઈ ગઈ હતી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. બાદમા 108 એમ્બ્યુ
.
એપાર્ટમેન્ટની ગ્રિલ તૂટી જતાં વૃદ્ધા પહેલાં માળેથી પટકાતા મોત
રાજકોટ શહેરના નાનામવા રોડ મોકાજી સર્કલ નજીક રાજ રેસીડેન્સી પાસે અલાસ્કા એપાર્ટમેન્ટ-104 માં રહેતાં અનસુયાબેન ભાનુભાઇ ભુવા (ઉ.વ.60) નામના વૃધ્ધા સવારે પહેલા માળે લોબીમાંથી પટકાતાં માથા શરીરે ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.મૃત્યુ પામનાર અનસુયાબેનને સંતાનમાં એક પુત્ર છે. લોબીમાં ઉભા હોઇ અકસ્માતે ગ્રીલ તૂટી જતાં નીચે પટકાયાનું જણાવાયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકી દ્વારા તાલુકા પોલીસને કરવામા આવતા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
શાપરમાં કારખાનામાં ઝેરી દવા પી લેતા શ્રમિકનુ સારવારમાં મોત
શાપરમાં કારખાનામાં કામ કરતા શ્રમિક યુવકે ત્રણેક દિવસ પહેલા ઉંદર મારવાની દવા પી લેતા સારવારમાં દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મૂળ યુપીનો અને શાપર વેરાવળમાં એચ.એમ.કે. કારખાનામાં કામ કરતો પ્રમોદ કામદાર પ્રસાદ વર્મા (ઉ.વ.22) નામના યુવકે ગત તા. 10 ના શાપરમાં આવેલ ઓમ સ્ટીલની સામે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રિના દમ તોડી દેતા ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકનાં આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત
રાજકોટના ગોંડલ રોડ પર લોહાનગરમાં રહેતાં અમિત જયંતિભાઇ વાણેકીયા (ઉ.વ.33) નામનો યુવાન ગત સાંજે સવા સાતેક વાગ્યે મવડી પ્લોટ-4 માં આવેલા મોજીલા હનુમાનજી મંદિર પાસે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.મૃત્યુ પામનાર અમિત ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ચોથો નંબરે હતો અને અગાઉ છુટક મજૂરી કરતો હતો. સંતાનમાં એક પુત્ર છે. સગાના કહેવા મુજબ અમિતને દારૂ પીવાની ટેવ પડી ગઇ હોય હાલમાં તે મોટે ભાગે મવડી પ્લોટમાં મોજીલા હનુમાન નજીક જ સુઇ રહેતો હતો. ગઇકાલે લોહીની ઉલ્ટી થયા બાદ તબિયત બગડતાં બેભાન થઇ ગયો હતો અને મૃત્યુ થયું હતું.