જેતપુર તેમજ અન્ય શહેરનું ઔદ્યોગિક કેમિકલવારુ ઝેરી પાણી નીકળે છે, આ કેમિકલવાળું પાણી ફરજિયાત શુદ્ધ કરીને તેનો પૂનઃ ઉપયોગ કરવાનો હોય છે, છતા પણ કેમિકલ ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવાના બદલે પાણી એકઠું કરીને પાઇપલાઇન મારફત પોરબંદરના નજીકના દરિયામાં
.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જેતપુરના ઉદ્યોગનું આશરે 1000 સાડીઓના કારખાનાનું રોજનું કરોડો લીટર પ્રદૂષિત પાણી પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે, જો આ આયોજન સાકાર થશે તો એક મોટી નદી જેટલું અશુદ્ધ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સતત દરિયામાં ઠલવાતું રહેશે, તો દરિયાની જીવસૃષ્ટિનો નાશ થશે. એટલું જ નહીં પરંતુ કાંઠાળ વિસ્તાર જ ખાલી થઈ જશે અને લોકોના સ્વાથ્ય પર તેની ગંભીર અસર પડશે. જે કાંઠાળ વસ્તી માટે શ્રાપરૂપ થશે.
આ કેમિકલયુકત પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવામાં આવશે તો માછલીઓ નાશ પામી જશે અને માછીમારોનો ધંધો ચોપટ થઇ જશે. માછીમારી વ્યવસાયનો મૃત્યુઘંટ વાગશે. દરિયો પ્રદૂષિત થતા અનેક પ્રકારના પર્યાવરણીય આફતો આવશે. સમગ્ર વિશ્વમાં અને ભારતના કાનૂન પ્રમાણે પ્રદૂષિત પાણી દરિયામાં છોડી શકાતું નથી. જેથી આ યોજના અટકાવવા માછીમાર સમુદાય દ્વારા મુખ્યમંત્રી તેમજ અન્ય ઉચ્ચકક્ષાએ લેખિતમાં આ અંગેની રજૂઆત કરવામાં આવી છે.