Updated: Jan 6th, 2024
જામનગર.તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
જામનગરમાં દિગજામ સર્કલ નજીક એક સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી, તેમાં બેઠેલા એરફોર્સના પાંચ કર્મચારીઓને નાની મોટી ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગઝામ સર્કલ પાસે મોડી રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં એક સ્કોર્પિયો કાર પુર ઝડપે આવ્યા પછી પલટી મારી ગઈ હતી. જે કારમાં એરફોર્સના પાંચ કર્મચારીઓ બેઠા હતા, અને પાંચેયને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે તમામ એરફોર્સમાં રહેતા હોવાનું તેમજ પાંચેય પર પ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. તેઓની સારવાર ચાલી રહી છે.
આ બનાવ અંગે ની જાણ થતાં સીટી સી. ડિવિઝન નો કાફલો બનાવના સ્થળે, તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ શરૂ કરી છે.