અમદાવાદ,શુક્રવાર,10 જાન્યુ,2025
દિવાળી પર્વની જેમ ફરી એક વખત ઉત્તરાયણ પર્વ પહેલાં અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ જાગ્યુ છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા
ખાદ્યપદાર્થના વિક્રેતાઓને ત્યાંથી ઉંધીયા ઉપરાંત જલેબી,ચીકી સહીતના
ખાદ્યપદાર્થના શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે.