વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2025 – 26 નું બજેટ 80 ટકા જેટલું તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે આગામી કોર્પોરેશનની આવી રહેલી સામાન્ય ચૂંટણીમા ફટકો પડે તેવી દહેશતને પગલે સત્તાધારી ભાજપાએ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત શહેરીજનો પાસે શહેરના વિકાસલક્ષી
.
26 જાન્યુઆરી સુધીમાં સૂચન કરી શકાશે વડોદરા કોર્પોરેશનની આગામી સામાન્ય ચૂંટણી આવી રહી છે. ત્યારે છેલ્લા 26 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહેલા ભાજપા દ્વારા સૂચનો મંગાવતી ઓડિયો ક્લિપ તૈયાર કરીને શહેરીજનો પાસે તારીખ 26 જાન્યુઆરી 2025 પહેલા વિકાસલક્ષી સૂચનો મોકલવા માટે અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં 24 ઓગસ્ટ -024 માં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર દરમિયાન વડોદરા કોર્પોરેશનના ભાજપાના સત્તાધીશો પૂરગ્રસ્ત લોકોને મદદરૂપ થવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. આ ઉપરાંત હજુ પણ શહેરના 50 ટકા લોકોને મળવાપાત્ર સહાય મળી નથી. લોકોમાં હજુ પણ કોર્પોરેશનના સત્તાપક્ષ ભાજપા સામે અને વહીવટી તંત્ર સામે પ્રચંડ રોષ યથાવત છે. પૂરના કારણે ભારે રોષનો ભોગ બનેલા સત્તાપક્ષ ભાજપાને આગામી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં લોકો ભારે રોષ ઠાલવે તેવી દહેશત છે. ત્યારે શહેરીજનોને બજેટમાં ભાગીદાર બનાવવા માટે વિકાસ લક્ષી સૂચનો મંગાવવામાં આવ્યા હોવાની લોકોમાં ચર્ચા છે.
સૂચનો માટે મેઈલ આઈડી આપવામાં આવ્યું વડોદરા મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2025-26ના બજેટના ભાગરૂપે PARTICIPATORY BUDGET ને પ્રોત્સાહન મળી રહે તે માટે શહેરના નાગરિકો પાસેથી તેમના વિસ્તારને સ્પર્શતા કામો અંગેના સૂચનો મંગાવવામાં આવે છે. જેથી શહેરીજનો તેમના સૂચનો તારીખ 26.01.2025 સુધીમાં ઇમેલ એડ્રેસ: [email protected] ઉપર મોકલી શહેરના વિકાસમાં અમૂલ્ય ફાળો આપવા વિનંતી કરી છે.