પંચમહાલ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના સફળ સમાપન નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કિરીટભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર અને ઉચ્ચતર માધ્યમિક મહિલા મંત્રી ચાંદનીબેન સહિત વિવિધ સંવર્ગના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
DEO કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પરીક્ષા દરમિયાન સેવા આપનાર તમામ આચાર્યો, શિક્ષકો, સ્થળ સંચાલકો, સુપરવાઈઝરો અને વહીવટી કર્મચારીઓને શાંતિપૂર્ણ પરીક્ષા સંચાલન માટે અભિનંદન પાઠવવામાં આવ્યા.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાતભરમાં યોજાઈ રહેલા પ્રાચાર્ય સંવાદ કાર્યક્રમ અંતર્ગત આચાર્ય સંવર્ગના અધ્યક્ષ ડી.એમ. ચૌહાણ, મહામંત્રી ભુપેન્દ્રભાઈ બારીયા અને અન્ય પદાધિકારીઓએ DEO કે.એમ. પટેલને મહાસંઘની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન માધ્યમિક સંવર્ગના આંતરિક ઓડિટર વિશાલભાઈ પ્રજાપતિએ કર્યું હતું.