- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Foreign Liquor Seized In Car Near Bhanwad, 2 Arrested With Foreign Liquor In Kalyanpur And Bhanwad, Attack On Travel Conductor In Dwarka
દ્વારકા ખંભાળિયા3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાણવડ નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…
ભાણવડ તાલુકાના ઘુમલી વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન નિલેશ કારેણા, કિશોરસિંહ જાડેજા તેમજ વિપુલ હેરભાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાં એક મંદિર પાસેથી પસાર થતી જી.જે. 32 કે. 9007 નંબરની વર્ના મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી વિદેશી દારૂની 202 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ. 61,600 ની કિંમતના પરપ્રાંતિય શરાબ તથા રૂપિયા સાડા ચાર લાખની કિંમતની કાળા કલરની વર્ના મોટરકાર ઉપરાંત રૂ. 3,000 ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 5,14,600 ના મુદ્દામાલ સાથે ખંભાળિયા તાલુકાના બજાણા ગામના રહીશ જયદીપ ભીખાભાઈ ભાદરકા (ઉ.વ. 30) અને નાઘેડી ગામના જયદીપ ઉર્ફે દીપુડો લાખાભાઈ લગારીયા (ઉ.વ. 24) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં હનુમાનગઢ ગામના લખન કેશુભાઈ ગોઢાણીયાનું નામ પણ