વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે SP ડૉ. કરનરાજ વાઘેલાના આદેશ બાદ પારડી પોલીસે મોટી સફળતા મેળવી છે. પારડી PI જી.આર. ગઢવી અને PSI એસ.આર. સુસલાદેની ટીમને બાતમી મળી હતી કે ભિલાડથી સુરત તરફ એક કાર ટ્રેલરમા
.
પોલીસે પારડી હાઈવે પર વિશ્રામ હોટલ સામે વોચ ગોઠવી હતી, જ્યાં HR-55-AL-8667 નંબરના કાર ટ્રેલરને રોકી તપાસ કરતાં તેમાંથી 1920 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ટ્રેલરના ચાલક ઈર્શાદ ખુરશીદ સકુર ખાનની ધરપકડ કરી છે.
તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો બે મહિલાઓએ મંગાવ્યો હતો અને ભિલાડથી કાર ટ્રેલરમાં ભરાવ્યો હતો. પોલીસે ₹2.20 લાખની કિંમતનો દારૂ, ₹30 લાખની કિંમતનું કાર ટ્રેલર અને મોબાઈલ મળી કુલ ₹32.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને મહિલાઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.