સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા ચાર બોગસ ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે. બોગસ તબીબો દ્વારા ક્લીનીકો પર દવાઓ અને ઈન્જેક્શનનો ઉપયોગ કરીને લોકોને સારવાર અપાતી હતી, જે માણસોન
.
બોગસ ડોકટરોને શોધવા અને તેમની પ્રેક્ટિસ બંધ કરવા માટે ભેસ્તાન પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ ડમી દર્દીઓ મોકલી તપાસ કરવામાં આવી, જ્યાં આ પ્રેક્ટિસ કરતા તેઓએ પકડાઈ ગયા હતા. છેલ્લા ત્રણ થી ચાર વર્ષ થી પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
પકડાયેલા બોગસ તબીબો અને મુખ્ય વિગતો 1. મોહમ્મદ જાવેદ મોહમ્મદ શેખ (ઉ.વ. 53)ફૈઝલનગર, ભેસ્તાનમાં ક્લિનિક ચલાવતો અને ઉત્તરપ્રદેશના જોનપુરથી મૂળ રહેવાસી. 2. બિબેકાનંદ બિસ્વાલ (ઉ.વ. 58)હમીદનગર, ભેસ્તાનમાં તબીબી સેવા આપતો અને વેસ્ટ બંગાળના નોદીયા જીલ્લાથી આવતો. 3. મોહમ્મદ લતીફ મોહમ્મદ અંસારી (ઉ.વ. 27)તિરૂપતીનગર, ભેસ્તાનમાં પેશા કરતો અને ઉત્તરપ્રદેશના બસ્તી જીલ્લાનો રહેવાસી. 4. મલય મોહનિશ બિસ્વાસ (ઉ.વ. 40)દિલદારનગર, ભેસ્તાનમાં ક્લિનિક ચલાવતો અને વેસ્ટ બંગાળના નદીયા જીલ્લાનો રહેવાસી.
મુદ્દામાલ કબજે પોલીસે ક્લીનીકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, શિરપ, મોબાઇલ ફોન્સ સહિત રૂ. 26,802 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ બોગસ ડોકટરો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લોકોની જીંદગી સાથે ખિલવાડ કરનારા નકલી તબીબો પર કડક પગલાં લેવામાં આવશે.ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને 22 સ્થળોએ તપાસ કર્યા બાદ આ બોગસ ડોકટરો સામે કાર્યવાહી કરી. પોલીસ અને આરોગ્ય વિભાગે લોકોને વિનંતી કરી છે કે તબીબી સારવાર માટે માત્ર પ્રમાણિત ડોકટરો સાથે સંપર્ક રાખે અને કોઈ પણ શંકાસ્પદ પ્રેક્ટિસ જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરે.