મહેસાણા સ્થિત ખાનગી ફાયનાન્સ કંપનીની શાખામાંથી પોણા નવ વર્ષ પૂર્વે કડીના શખ્સે ફોર વ્હીલ પર લોન મેળવી હતી.તે લોનની બાકીની રકમ ભરપાઈ કરવા આપેલો ચેક બેન્કમાંથી પરત ફર્યો હતો.જે મામલે ફાયનાન્સ કંપની દ્વારા ચેક રિટર્નની ફરિયાદ કરાઈ હતી.સદર કેસ મહેસાણા કો
.
કડીના સોહમ બંગ્લોઝમા રહેતા શિવાની એન્ટરપ્રાઈઝના માલિક રાકેશ જનાર્દનભાઈ રાવલે વર્ષ 2016 પહેલા મહેસાણા સ્થિત શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપનીમાંથી ફોર વ્હીલ પર લોન મેળવી હતી. જોકે તે ધિરાણના નિયમિત હપ્તા નહી ભરતા ફાયનાન્સ કંપની દ્વારા નોટીસ અપાઈ હતી.તેમ છતાં ધિરાણની રકમ જમા નહી કરતા ઉઘરાણી કરવામાં આવતા આરોપીએ ચેક આપ્યો હતો. આરોપીએ આપેલો ચેક ફાયનાન્સ કંપનીએ બેન્કમા જમા કરાવતા તે ચેક પરત ફર્યો હતો.
આ મામલે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ મહેસાણા શાખાના ક્રેડિટ મેનેજર મોહીનુદ્દીન પઠાણે મહેસાણાના વકીલ એચ. બી.પ્રજાપતિ મારફતે મહેસાણા કોર્ટમાં આરોપી સામે ચેક રિટર્નની ફરિયાદ કરી હતી.સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલની દલીલો અને પુરાવા આધારે ત્રીજા જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ બૂજેન્દ્ર ચંદ્ર ત્રિપાઠીએ આ કેસના આરોપી શિવાની એન્ટરપ્રાઈઝના માલિક રાકેશ જનાર્દનભાઈ રાવલને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને ચેકની રકમ રૂ.6 લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.