વાસાપુર ગામ ખાતે શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના NSS કેમ્પના ચોથા દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા. સરકારી હોસ્પિટલ પોપટપુરાના સહયોગથી મેગા આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
.
ડૉ. જયદીપ બાંભણિયાએ વિદ્યાર્થીઓને આયુર્વેદ અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમની શરૂઆત ધનવંતરી ભગવાનની પૂજાથી કરવામાં આવી. શાળા અને કેમ્પના તમામ બાળકોને રોગપ્રતિકારક ઉકાળો આપવામાં આવ્યો. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.
વિદ્યાર્થીઓ માટે પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ સામાજિક અને શૈક્ષણિક વિષયો પર પોસ્ટર્સ બનાવ્યા. અનિતાબેન માછી અને કૃતિબેન પટેલે જજ તરીકે સેવા આપી.

ગોધરાના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. સુજાત વલીએ સ્ત્રી રોગો અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે વિવિધ રોગો અને સ્વચ્છતા અંગે માહિતી આપી. હેતવી પારેખ અને મીત પવાર ગ્રુપ લીડર્સ તરીકે જોડાયા. કાર્યક્રમનું સંચાલન ડૉ. રૂપેશ એન. નાકર અને ડૉ. ગૌતમ ચૌહાણે કર્યું.

