સુરતના વેસુ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ, જે ઇલેક્ટ્રીકલ રિપેરીંગના મોટા વેપારી છે, તેમને ડિજિટલ ધરપકડના બહાને 8 દિવસ સુધી ઠગ ટોળકીએ ગેરમાર્ગે દોરીને કુલ 1.71 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હતો. નવમા દિવસે વધુ 28 લાખની રકમ RTGS કરવા પહેલાં, વૃદ્ધએ Yo
.
સહકાર નહીં આપવો તો આજીવન કેદ થશે શરૂઆતમાં, ટ્રાય વિભાગમાંથી ફોન આવતા હોવાનો દાવો કરીને વૃદ્ધને કહેવામાં આવ્યું કે, તેમના આધાર કાર્ડ પર બે સીમ કાર્ડ એક્ટિવ છે અને તેમના નામે બેંક ખાતું છે, જેમાં મોટા નાણાકીય વ્યવહારો થયા છે. આ હવાલાથી નરેશ ગોયેલ મની લોન્ડરીંગ કેસમાં તેમનું નામ સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઠગોએ તેમને ધમકી આપી કે, સહકાર નહીં આપવો તો આજીવન કેદ થશે. વૃદ્ધને વધુ વિશ્વાસમાં લેવા માટે, ઠગ ટોળકીએ વોટ્સએપ પર મુંબઈ પોલીસે મારો ફોટો અને આઈકાર્ડનો નકલો મોકલ્યો, જેમાં અંધેરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રદીપ સાંવતનો ઉલ્લેખ હતો. પછી, ટ્રાયનું લેટર, ઈન્ડિયન નેશનલ સિક્યુરિટી એક્ટના ડોક્યુમેન્ટ્સ અને સીબીઆઈ કન્ફિડેન્શિયલ ટર્મ્સ લેટર પણ મોકલવામાં આવ્યા.
વૃદ્ધને દર બે કલાકે રિપોર્ટ કરવા રિપોર્ટ કરવા કહ્યું ઠગ ટોળકીએ વીડિયો કોલ કરીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો લોગો બતાવ્યો પરંતુ, પોતાનો ચહેરો છુપાવ્યો. તેમણે વૃદ્ધને આધાર કાર્ડની વિગતો રજૂ કરવા મજબૂર કર્યા અને કહ્યું કે, આ આધારે કેનેરા બેન્કમાં મોટુ ટ્રાન્ઝેક્શન થયું છે.તેઓએ એવી ધમકી પણ આપી કે, જો તેઓ સહકાર નહીં આપે તો તેમની મિલકત ફ્રીઝ કરવામાં આવશે, બેંક એકાઉન્ટ સીલ કરાશે અને 2 કલાકમાં ધરપકડ થશે. વૃદ્ધને દર બે કલાકે રિપોર્ટ કરવા અને પરિવારની તમામ વિગતો આપવાની માંગ કરવામાં આવી.
મોટા રકમના ટ્રાન્ઝેક્શન વિભિન્ન તિથિએ ઠગ ટોળકીએ વૃદ્ધ પાસેથી અલગ અલગ ખાતામાં મોટા પ્રમાણમાં રકમ ટ્રાન્સફર કરાવી
- 25 સપ્ટેમ્બર: પિપલોદ બેંકથી ₹6.10 લાખ, ધાનેરાની ઇનવો ઈકો સિસ્ટમ પ્રા. લિ.ના ખાતામાં
- 27 સપ્ટેમ્બર: પિપલોદ કોટક મહીન્દ્રા બેંકથી ₹20 લાખ, ઇમરાન ટુર્સ ટ્રાવેલ્સના ખાતામાં.
- 30 સપ્ટેમ્બર: પાર્લે પોઇન્ટ એચડીએફસી બેંકથી ₹86.30 લાખ, હરિયાણા ફરીદાબાદની અસક કન્સ્ટ્રક્શનમાં.
- 1 ઓક્ટોબર: પિપલોદ કોટક મહીન્દ્રા બેંકથી ₹58.70 લાખ, ફરીથી ફરીદાબાદની અસક કન્સ્ટ્રક્શનમાં.
ફ્રોડનો પર્દાફાશ વૃદ્ધે વધુ 28 લાખ RTGS કરવાની તૈયારી કરતું પહેલાં YouTube પર ડિજિટલ ફ્રોડનો વિડીયો જોયો, જેના કારણે તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો અને ઠગાઈ અટકાવી.
મોટા ગુના માટે ઠગ ટોળકીની યોજના ઠગ ટોળકીએ મુંબઈ પોલીસના આઈડેન્ટિટી કાર્ડ, આરબીઆઈ લેટર, નરેશ ગોયેલની પ્રેસ નોટ, અને સીબીઆઈના બોગસ ડોક્યુમેન્ટ્સ મોકલીને વૃદ્ધને ડરાવ્યા. આ દસ્તાવેજો પર મુંબઈના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરાયો હતો અને માન્યતા મેળવવા સિલમાર્ક પણ લગાવવામાં આવ્યો હતો.
વૃદ્ધના 30 વર્ષના જીવનની મહેનત દાવ પર ગઈ વૃદ્ધે શેરબજારમાં 25-30 વર્ષ પહેલાં કરેલી મોટી બચત અને જમા કરેલી રકમ માત્ર 8 દિવસમાં ગુમાવી દીધી.
પોલીસ દ્વારા તપાસ શરૂ ફરિયાદ મળતાં જ સુરત સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે આ કેસની તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે આ ઠગ ટોળકી આંતરરાજ્ય ગુનાખોરીના એક ભાગ છે, જે ડિજિટલ માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવે છે.