ગઢડા શહેરમાં લોક જાગૃતિ માટે PGVCL નાઅધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે શહેરનાં મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી. રાજ્ય સરકાર દ્વારા ઉર્જા સપ્તાહ ની ઉજવણીની કરીને લોકોને જાગૃત કરવામાં આવે છે ત્યારે ગઢડા PGVCL દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પર ર
.
ગઢડા PGVCL કચેરીથી રેલી પ્રસ્થાન થઈ ને શહેરનાં પોલીસ સ્ટેશન રોડ, શ્રીજી નગર, બોટાદના ઝાંપે, સંધિનો ચોક, વાઢાળા ચોક, મઘરપાટ, જીનનાકા સહિતના વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા માટે રેલી યોજાઈ હતી. રેલીમાં PGVCLના કર્મચારીઓ દ્વારા વિજળી બચાવો દેશ બચાવો, વિજ ચોરી બંધ કરો, સોલાર અપનાવો સહિતના સુત્રોચ્ચાર કરી તેમજ પેપલેટ વેચીને લોકોને જાગૃત કરાયા હતા.
ઉર્જા સપ્તાહ નિમિત્તે આજે ગઢડામાં PGVCL દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો વિજળીની બચત કરે, સોલાર અપનાવે તેમજ વિજ સુરક્ષા અને સલામતીને લઈને લોકો જાગૃત બને તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગઢડા PGVCLના કાર્યપાલક ઈજનેર એ.જે. સીગરીયાએ માહિતી આપી હતી.