મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજની ઘટના બની હતી. જે બનાવમાં દાજી જવાથી એક બાળક અને ત્રણ બાળકી એમ કુલ ચાર બાળકોને સારવાર માટે ખસેડાયા હતા.
.
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે લિવિટ સીરામીક નામના યુનિટના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો કારખાનાની લેબર રૂમમાં રમતા હતા. ત્યારે આગ લાગી હતી અને આ બનાવમાં પ્રિયા બરેજા (ઉ.2), સંજીતીસિંગ (ઉ.1), સંગીતાસિંગ (ઉ.11) અને કાર્તિકસિંગ (ઉ.5) એમ ચાર બાળકો દાજી ગયા હતા. જેથી શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બાબતે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાળકો ઓરડીમાં રમતા હતા. તે પૂર્વે તેમના પિતા ગેસનો બાટલો બદલાવીને બીજો બાટલો ચડાવીને કામે ગયા હતા અને દરમિયાનમાં રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોય કોઈ કારણોસર બંધ ઓરડીમાં ગેસ પ્રસરી ગયો હતો અને બાદમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ચાર બાળકો દાજી ગયા હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળે છે.