પોરબંદર30 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોરબંદર શહેરમાં અનેક વિસ્તારમાં રાજાશાહી વખતના ઍતિહાસિક બિલ્ડીંગો આવેલ છે.પોરબંદર શહેરના બિરલા રોડ પર રાજાશાહી વખતનું ઍતિહાસિક રાણી મહેલ આવેલ છે.આ રાણી મહેલમાં હાલ આર.જી.ટી કોલેજ આવેલ છે.આ કોલેજના પટાંગણમાં પ્રવેશ માટે રોડ પર મુખ્ય ગેટ આવેલ છે.રાજાશાહી વખતનો આ ગેટ હાલ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.આ ગેટની ચોતરફ તિરાડો પડી ગઈ છે ત્યારે આ ગેટ ગમે ત્યારે ધરાશય બનવાની પણ ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકો તેમજ અહીં આવતા વિદ્યાર્થીઓ દ્વારા રાજાશાહી વખતના આ ઍતિહાસિક ગેટને તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.