સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે NSUIના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2010 બેચલર કે માસ્ટર ડિગ્રીમાં 1 કે 2 વિષયમાં નાપાસ થઈ ગયા હોય તેઓને ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાની એક તક સ્વરૂપે પરીક્ષાની તારીખ જ
.
વિદ્યાર્થીઓને એક મોકો આપવા માગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અત્યાર સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. જેમાં ઘણા એવા વિધાર્થીઓ છે કે, જે બેચલર અથવા માસ્ટરમાં એક જ વિષય અથવા તો તેનાથી વધારે વિષયોમાં નાપાસ થયેલ છે. ત્યારે આ વિદ્યાર્થીઓ પાસે હવે ગ્રેજ્યુએટ થવા માટે અથવા તો માસ્ટર કરવા માટેનો સમય અથવા તો અનુકૂળતા નથી. જ્યારે ભૂતકાળમાં પણ જે વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં પાસ ન થઈ શક્યા તેના માટે એક મોકો આપવામાં આવ્યો હતો. એવા હજારો વિદ્યાર્થીઓને છે કે, જેનું એક વિષયમાં ફેઇલ હોવાથી આખુ ગ્રેજ્યુએટ ફેઈલ જાય એમ છે. જેથી વારંવાર વિધાર્થીઓની રજૂઆતો આવે છે કે, જે આવા વિદ્યાર્થીઓ છે કે જે એક વિષયમાં અથવા તો એનાથી વધારે વિષયોમાં રહી ગયેલા છે તે વિધાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મોકો આપવામાં આવે, જેથી કરીને તેનું ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી શકે.
ખેલ મહાકુંભને લઈ વિદ્યાર્થીઓ મૂઝવણમાં મૂકાયા હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં 20થી વધારે ગેમો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે તેમાં ભાગ લેવાના છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે UG અને PG પહેલા વર્ષના જે વિદ્યાર્થીઓ છે કે, તેની પરીક્ષાઓ 16 તારીખથી ચાલુ થાય છે. ત્યારે એ પણ મૂંઝવણમાં છે કે, 20 તારીખ સુધી તો ખેલ મહાકુંભ છે તો એ વિદ્યાર્થીઓની પણ લાગણી છે કે જે આ યુજી સેમેસ્ટર-1 અને પીજી સેમેસ્ટર-1ની જે પરીક્ષા છે તે 4- 5 દિવસ મોડી કરવામાં આવે, જેથી કરીને તે ખેલ મહાકુંભ રમી શકે.
યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રક્રિયા ન કરાઈ અન્ય એક મહત્વનો મુદ્દો એ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતું એક્સટર્નલ વિભાગ કે તેમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈ અને ડાયરેક્ટ પરીક્ષા આપી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકતા હતા, જે આ 2024ના વર્ષનુ હજુ સુધી શરૂ થયુ નથી. યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી, જેથી વિદ્યાર્થીઓની માંગણી છે કે, તાત્કાલિક એક્સ્ટર્નલમાં એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવે. જે વિધાર્થીઓની પરિસ્થિતિ નબળી છે કે, જે જોબ સાથે સાથે અભ્યાસ પણ કરે છે એ વિદ્યાર્થીઓને આમાં ફાયદો થાય.