વડોદરા નજીક આવેલા કોયલી ગામ સ્થિત IOCL ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. આ સાથે જ આસપાસનો સમગ્ર વિસ્તાર પણ હચમચી ગયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, કંપનીની આસપાસ રહેતા લોકો ગભરાઈ ગયા હતા અને ઘર અને દુકાનની
.
દુકાન આપણી ઉપર પડી જાય તેવો ધડાકો થયો હતો: મદનપુરી ગોસ્વામી ગુજરાત રિફાઇનરીની નજીકમાં આવેલી દુકાનના માલિક મદનપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, એ સમયે જાણે એવો ધડાકો થયો કે, દુકાન આખી પડી ગઈ હોય અને દુકાનના કાચ તૂટી ગયા હોય તેવો ભયંકર અવાજ આવ્યો હતો. દુકાન જાણે આપણી ઉપર પડી જાય તેવો ધડાકો થયો હતો. બ્લાસ્ટ થયો ત્યારે ખતરનાક માહોલ હતો કે, આસપાસના લોકો દોડીને બહાર આવ્યા હતા. મારી દુકાનમાંથી ખૂબ દૂર ધડાકો થયો હોવા છતાં પણ એવું લાગતું હતું કે, મારી દુકાનની નજીકમાં જ ધડાકો થયો છે અને બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ સંભળાયો હતો.
ગુજરાત રિફાઈનરીમાં બેન્ઝીન સ્ટોરેજ ટાંકીમાં આગ લાગી હતી.
મારી દુકાન પણ હલવા લાગી હતી: રમેશભાઈ રાણા આ અંગે IOCL કંપની નજીક આવેલી દુકાનના માલિક રમેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે, અચાનક આંચકા જેવું આવ્યું અને અમે બધા ડરી ગયા હતા અને મારી દુકાન પણ હલવા લાગી હતી. આજુબાજુ સન્નાટો ફેલાઈ ગયો હતો. ત્યારબાદ ખબર પડી કે, રિફાઇનરીમાં આગ લાગી છે. અવાજ સાંભળીને બધા લોકો રોડ પર દોડી આવ્યા હતા.
આગ લાગી ત્યાંથી અમારો ડિપાર્ટમેન્ટ દોઢ કિમી દૂર છે: કૃણાલ આ અંગે રિફાઇનરીમાં કામ કરતા કામદાર કૃણાલભાઈએ જણાવ્યું હતું કે, અમારે લંચનો ટાઈમ 12:30 વાગ્યાથી 1.30 વાગ્યાનો હોય છે. લંચ પછી 3.30 વાગ્યાની આસપાસ હું અમારા ડિપાર્ટમેન્ટના વર્કશોપમાં કામ કરી રહ્યો હતો અને જ્યાં આગ લાગી ત્યાંથી અમારો ડિપાર્ટમેન્ટ દોઢ કિલોમીટર દૂર છે અને ત્યાંથી અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો.
6 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતો.
કંપનીમાં 800થી 900 કર્મચારીઓ કામ કરતા હતા વધુમાં જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, અમારા વર્કશોપના કાચ હતા પણ તૂટી ગયા હતા. ત્યાર બાદ બહારથી અંદર કોઈને જવા દેવામાં આવતા નહોતા. અંદરથી બધાને બહાર મોકલી દેવામાં આવ્યા હતા. બ્લાસ્ટ સમયે કંપનીમાં 800થી 900 કર્મચારીઓ કામ કરતા હતા. ધડાકો એટલો તીવ્ર હતો કે, જેના કારણે ધરતી પણ ધ્રુજી ઉઠી હતી અને જે લોકો ફોન ઉપર વાત કરતા હતા, તે પણ દોડીને બહાર નીકળી ગયા હતા.