જુનાગઢ7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓને પોષણ માટે આપવામાં આવતી કીટમાં ગોલમાલ કરવામાં આવતા હોવાનો સગર્ભા મહિલા લાભાર્થીઓએ આક્ષેપ કર્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત પીશોરીવાળામાં ચાલતી આંગણવાડી નંબર 155 માં સંચાલિકા દ્વારા સગર્ભા મહિલાઓને આપવાની કીટનું ખોટી સહીઓ કરીને બારોબાર વેચાણ કરી દીધાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્રની સંચાલિકા દ્વારા 11 સગીરા, 14 સગીર અને સાત સગર્ભા મહિલાઓના નામે ખોટી સહીઓ કરીને આંગણવાડીમાંથી આપવામાં આવતી કીટનું બારોબાર વેચાણ કરી દીધાનું લાભાર્થી મહિલાઓએ આક્ષેપો કર્યા છે.
કુપોષણ દૂર થાય સગર્ભા મહિલાઓને પૂરતું પોષણ મળી રહે તે માટે