ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં સમગ્ર રાજ્યમાં “ગુડ ગવર્નન્સ ડે” (સુશાસન દિવસ)ની ઉજવણી કરવામાં આવી છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ
.
આ અંતર્ગત કલેકટર જી.ટી. પંડ્યાએ કર્મયોગના સિદ્ધાંતો સમજાવતા કહ્યું હતું કે, કર્મયોગ એ આપણને દૈનિક કામમાંથી પુણ્યકર્મ કમાવવાની તક આપે છે. સુશાસન ટીમ વર્કથી આવી શકે છે. કર્મયોગનાં સિદ્ધાંતો અપનાવવાથી આપણે ખૂબ કાર્યક્ષમ બની શકીએ. અને કુશળતા પૂર્વક કરવામાં આવેલા કામથી નાગરિકો પણ સંતોષની લાગણી અનુભવે છે.
આ સાથે જિલ્લા કક્ષાની કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી માટે ખંભાળિયાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીને સન્માનપત્ર એનાયત કરી, સન્માનિત કરવામાં આવી હતી. આ આયોજનમાં ડેપ્યુટી કલેક્ટર રિધ્ધિ રાજ્યગુરુ, મામલતદાર વિક્રમ વરુ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.