Gopalnath Swami Controversial Book On Dwarka : રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા હિન્દુ ધર્મ પર વિવાદિત નિવેદનની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ‘ગોપાળાનંદ સ્વામીની વાતો’ નામના પુસ્તકમાં ‘દ્વારકામાં દ્વારકાધીશ નથી, જો ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાવો…’ આ પ્રકારનું વિવાદિત લખાણને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હિન્દુઓની અને કૃષ્ણપ્રેમીઓની લાગણી દુભાઈ છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા હિન્દુ ધર્મના લોકોની લાગણીઓને ઠેશ પહોંચે તેવી અનેક ટિપ્પણી કે નિવેદનને લઈને વિવાદ સર્જાય છે. થોડા દિવસ પહેલા જ જલારામ બાપા, શિવજી, હનુમાનજીના અપમાનને લઈને વિરોધ થયો હતો, ત્યારે હવે ગોપાળાનંદ સ્વામીની પુસ્તકમાં જણાવેલા લખાણથી હિન્દુઓની અને કૃષ્ણપ્રેમીઓની લાગણી દુભાઈ છે અને તેના કારણે રોષ ભભુક્યો છે અને જણાવ્યું હતું કે, જે પણ જવાબદાર હોય તે દ્વારકાધીશ મંદિર આવીને માફી માગે.
કૃષ્ણપ્રેમીનું કહેવું છે કે, ‘ગોપાળનાથ સ્વામીની પુસ્તકમાં વિવાદિત લખાણનો ઉલ્લેખ કરાયો છે. જે એક ગંભીર ભૂલ છે. જ્યારે ખોટા વિવાદો કરીને સમાજમાં વૈમનસ્ય ન ફેલાવો. બધા ધર્મ સરખા છે. પોતાના ધર્મને ઊંચો દેખાડવા માટે બીજાના ધર્મનું નીચું ન બોલવું જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાય અનેક વખત વિવાદમાં આવે છે. ‘