રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. ગત મહિને રાજ્ય સરકાર સમક્ષ આપવામાં આવેલું રાજીનામું સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ચેરમેન પી.જે.અગ્રાવત દ્વારા નવા શૈક
.
ફી નક્કી કરવા માટેની બેઠકો બંધ થઈ ગઈ સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં કાર્યરત ફી નિયમન સમિતિમાં ચેરમેન તરીકે પી.જે.અગ્રાવત દ્વારા ગત મહિને એટલે કે જાન્યુઆરી માસમાં પોતાના પદ ઉપરથી રાજીનામું આપવા માટેનો પત્ર રાજ્ય સરકારને લખ્યો હતો. જે બાદ સરકાર દ્વારા તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે. જેઓ ગોંડલથી મોટાભાગે અઠવાડિયામાં 2 વખત રાજકોટ આવી મિટિંગ કરતા હતા. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટેની બેઠકો બંધ થઈ ગઈ છે અને તેથી શાળાઓની ફી હવે નક્કી નહીં થઈ શકે. જેનો સીધો ફાયદો ખાનગી શાળાઓને થશે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને શાળાઓ દ્વારા જે ફી ભરવાનું કહેવામાં આવે તે જ ફી હાલ ભરવી પડશે.
400 ખાનગી શાળાઓની ફીના ઓર્ડર અટક્યા રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરની 5000થી વધુ ખાનગી શાળાઓની ફી સૌરાષ્ટ્ર ઝોનની FRC ( ફી રેગ્યુલેશન કમિટી) દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્રણ વર્ષ માટે ફી નક્કી થાય છે ત્યારે જે સ્કૂલો હાલમાં લેવામાં આવતી ફી મા કોઈ વધારો કરવા માંગતા નથી તેઓ સોગંદનામુ એટલે કે એફિડેવિટ કરે છે. આ પ્રકારની 4600 જેટલી શાળાઓના સોગંદનામાના ઓર્ડર થઈ ચૂક્યા છે જ્યારે જે શાળાઓ પોતાની વાર્ષિક ફીમાં વધારો કરવા માગે છે તેવી 400 જેટલી શાળાઓની દરખાસ્ત આવેલી છે. જેમાંથી મોટાભાગની શાળાઓના હિયરિંગ બાકી છે. જોકે હવે ચેરમેને જ રાજીનામું આપી દેતા ફી નિયમન અટકી ગયું છે. હવે શિક્ષણવિદ મુકુંદરાય મેહતા, ખાનગી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ પ્રભુભાઈ સિંધવ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાર્દિક વ્યાસ અને સિવિલ એન્જિનિયર પ્રવીણભાઈ વસાણીયા સભ્ય તરીકે રહ્યા છે.